1. Home
 2. સમુદાય સંબંધિત માર્ગદર્શિકા

સમુદાય સંબંધિત માર્ગદર્શિકા

TikTok સીધા જ તમારા સ્માર્ટફોનથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ હોય તેવી પળોને કેપ્ચર કરવા અને શૅર કરવા આપને સક્ષમ બનાવે છે. TikTokના વૈશ્વિક સમુદાયનો ભાગ બનો કારણ કે, તમે તમારા સર્જનાત્મક વિચારોને ટૂંકા વીડિઓઝ દ્વારા વ્યક્ત કરો છો, તફાવતો વ્યક્ત કરવા માટે એક કૉમન ગ્રાઉન્ડ મેળવો છો.

TikTok સમુદાયના દિશાનિર્દેશો, જે અમે સમયાંતરે અપડેટ કરીએ છીએ, તે સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ વાતાવરણ માટે એક મહત્વપૂર્ણ આચારસંહિતા છે. દિશાનિર્દેશોનું ઉલ્લંઘન તમારા એકાઉન્ટ અને/અથવા સામગ્રીને દૂર કરવામાં પરિણમી શકે છે. વધારામાં, વપરાશકર્તાઓએ સ્થાનિક કાયદાઓનું પાલન પણ કરવું પડશે. અમે લાગુ કાયદા દ્વારા મંજૂર કર્યા મુજબ સામગ્રીનું નિરીક્ષણ કરવા અને અધિકારીઓને તેની જાણ કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.

અમારી નીતિઓ અને દિશાનિર્દેશો આ સમુદાયમાંના દરેક માટે વિશ્વાસ, આદર અને સકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે અસ્તિત્વમાં છે.

TikTok નીચેનામાંથી કંઈપણ પોસ્ટ, શૅર અથવા પ્રચાર કરવા માટેનું સ્થાન નથી, જેમાં સામેલ છે:

નુકસાનકારક અથવા ખતરનાક સામગ્રી

TikTokના ઉપયોગથી તમે એક વૈશ્વિક સમુદાય સાથે જોડાઓ છો. એવી કોઇપણ સામગ્રી પોસ્ટ અથવા શૅર કરશો નહીં જે અન્ય વપરાશકર્તાઓને નુકસાનકારક હોય અથવા તેમને પોતાને હાનિ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરે – પછી ભલે તે શારીરિક, ભાવનાત્મક, નાણાકીય અથવા કાનૂની સ્વરૂપની હાનિ હોય.

 • આતંકવાદી સંગઠનો અને અન્ય કોઇપણકોઇપણ ગુનાહિત સંગઠનો TikTokનો ઉપયોગ કરવાથી સખત રીતે પ્રતિબંધિત છે. આવા સંગઠનો અથવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા અને સમર્થન આપવા માટે TikTokનો ઉપયોગ કરશો નહીં.
 • તેવી કોઇપણકોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર અથવા મોકલશો નહીં, જે જોખમી કૃત્યો, પોતાને ઈજા, અથવા આત્મહત્યા દર્શાવે છે, અથવા એવી કોઈ સામગ્રી પૂરી પાડશો નહીં, જે આવી પ્રવૃત્તિઓમાં સંલગ્ન થવા માટે અન્ય લોકોને પ્રોત્સાહન આપે.
 • તેવી કોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર અથવા મોકલશો નહીં, જે આહારના વિકારો માટેની સૂચનાઓ પ્રદાન કરે છે અથવા તેમાં વધારો, પ્રચાર અથવા પ્રોત્સાહન આપે છે.
 • કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ શારીરિક નુકસાનની ધમકીઓ સહિત અન્ય લોકોને ડરાવશો અથવા ધમકાવશો નહીં.
 • હથિયારો, બોમ્બ, ડ્રગ અથવા સ્થાનિક કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તેવી અન્ય કોઇપણકોઇપણ નિયમનકારી માલસામાનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અથવા વેચવા માટે TikTokનો ઉપયોગ કરશો નહીં.
 • TikTokનો ઉપયોગ ઑનલાઇન જુગાર અથવા અન્ય નાણાકીય યોજનાઓને પ્રોત્સાહિત કરવા અથવા તેમનો પ્રચાર કરવા માટે કરશો નહીં.
 • ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેવી કોઇપણકોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર કે મોકલશો નહીં.

ગ્રાફિક અથવા આઘાતજનક સામગ્રી

TikTok એ કોઈ ગ્રાફિક, હિંસક, આઘાતજનક અથવા ઉત્તેજક સામગ્રી માટેનું સ્થાન નથી. જો તમે આ સામગ્રી તમારા માતા-પિતા અથવા બાળકોને બતાવશો નહીં, તો કૃપા કરીને તેને અહીં પોસ્ટ કરશો નહીં.

 • કોઇપણ હિંસક, ગ્રાફિક, આઘાતજનક અથવા ઉત્તેજક સામગ્રીને પોસ્ટ, શૅર કરશો કે મોકલશો નહીં, ન તો કોઈ એવી સામગ્રી પ્રદાન કરશો જે અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા પ્રોત્સાહિત કરે.

ભેદભાવ અથવા દ્વેષભાવ ફેલાવનારા ભાષણ

TikTok એ એક સમાવેશી સમુદાય છે. અન્ય વપરાશકર્તાઓ પર હુમલો કરવો અથવા હિંસાને પ્રોત્સાહિત કરવા જેવી બાબતો સ્વીકાર્ય નથી.

 • લોકોની જાતિ, વંશીયતા, ધર્મ, રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ, વિકલાંગતા, લૈંગિક અભિગમ, જાતિ, લૈંગિક ઓળખ, વય અથવા કોઇપણકોઇપણ અન્ય ભેદભાવના આધારે તેમના સમૂહ વિરુદ્ધ ધૃણાને ઉત્તેજિત કરતી કોઇપણકોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર કરશો અથવા મોકલશો નહીં.
 • ટ્રૉલિંગ કે ઉત્તેજક ટિપ્પણીઓ સહિત, દુશ્મનાવટને પ્રેરિત કરતી કોઇપણકોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર કે મોકલશો નહીં.

નગ્નતા અથવા જાતીય પ્રવૃત્તિ

અમારો સમુદાય એ કોઈ જાતીય રીતે અભિવ્યક્ત થતી સામગ્રી અથવા જાતીય સંતુષ્ટીનો ઇરાદો ધરાવતી સામગ્રીનું સ્થાન નથી. જો તેને તમે જાહેરમાં પ્રદર્શિત કરી શકો તેમ નથી, તો તેને પોસ્ટ કરશો નહીં.

 • TikTok જાતીય હુમલો, જાતીય દુર્વ્યવહાર, જાતીય શોષણ અથવા જાતીય હિંસાને સમાવતી કોઇપણકોઇપણ સામગ્રી, તેના પ્રચાર અથવા પ્રોત્સાહન પર આકરો પ્રતિબંધ લાદે છે. આવી કોઈ સામગ્રી પોસ્ટ કરશો નહીં.
 • કોઇપણઆ પ્રકારે અભિવ્યક્ત થતી કોઇપણ સામગ્રી, લૈંગિક સામગ્રી અથવા નગ્નતાને પોસ્ટ, શૅર કરશો અથવા મોકલશો નહીં.
 • વૈશ્યાવૃત્તિ, લાલચ અથવા કોઇપણકોઇપણ પ્રકારનાં યૌન વેપારથી સંબંધિત સામગ્રી પ્રદાન કરશો નહીં.

બાળસુરક્ષાનું ઉલ્લંઘન

TikTok બાળકોની સુરક્ષાને સૌથી વધુ ગંભીરતાથી લે છે. જાતીય શોષણ કરનારી, બાળકોને લક્ષ્ય બનાવનારી અથવા તો બાળકો માટે જોખમકારક હોય તેવી કોઈ સામગ્રી અમારા ધ્યાનમાં આવશે તો અમે કાયદાનું અમલીકરણ કરાવનારી એજન્સીઓને ચેતવી શકીએ છીએ અથવા કેસની જાણ કરી શકીએ છીએ, જે પણ ઉચિત હોય.

 • TikTok સગીરોને દર્શાવતી કોઇપણકોઇપણ જાતીય રીતે સ્પષ્ટ સામગ્રી અથવા તો એવી સામગ્રી કે જે લૈંગિક રીતે સગીરોનું શોષણ કરે છે, તેને સખત રીતે પ્રતિબંધિત કરે છે. આવી કોઇપણ સામગ્રી પોસ્ટ કરશો નહીં.
 • TikTok તેવા વીડિયોઝની ઍક્સેસને મર્યાદિત કરી શકે છે અથવા દૂર કરી શકે છે જે નગ્નતા, જાતીયતા સૂચક ક્રિયાઓ અથવા સગીરોને સામેલ કરતી ગેરઇરાદાપૂર્વકની ઉત્તેજક સામગ્રી ધરાવતી હોય, કારણ કે, આવી વીડિયોઝ અન્ય લોકો દ્વારા અનપેક્ષિત રીતે ઉપયોગમાં આવી શકે છે.
 • સગીરો સાથે ઑનલાઇન ડેટિંગ, વળતર રૂપે થતું ડેટિંગ, સગીરોની ગોપનીયતાનું ઉલ્લંઘન અથવા સગીરોના શારીરિક અથવા માનસિક આરોગ્ય માટે જોખમકારક હોય તેવી અન્ય સામગ્રી પોસ્ટ, શૅર અથવા મોકલશો નહીં.
 • સગીર વપરાશકર્તાઓને પજવવા માટે સાર્વજનિક પોસ્ટ અથવા ખાનગી સંદેશાઓનો ઉપયોગ કરશો નહીં.
 • જો તમે 13 વર્ષથી ઓછી વયના અથવા તો તમારા દેશ કે પ્રદેશના ઉપયોગની શરતો અનુસાર અલગ રીતે નિયત કરવામાં આવેલ લઘુત્તમ વયથી નાની વયના હો તો, આ એપ્લિકેશનનો ઉપયોગ કરશો નહીં.

કનડગત કે સાઇબર બુલિંગ (પજવણી)

અમે અમારા વપરાશકર્તાઓને એક સકારાત્મક વાતાવરણ અને એક દુરુપયોગ-મુક્ત અનુભવ માટે પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છીએ. કૃપા કરીને તમારી ક્રિયાપ્રતિક્રિયામાં વિનમ્ર રહો અને તમામ વપરાશકર્તાઓ સાથે આદરપૂર્વક વર્તો.

 • અન્ય લોકોને પજવવા માટે સાર્વજનિક પોસ્ટ અને/અથવા ખાનગી સંદેશાઓનો ઉપયોગ કરશો નહીં.
 • અન્ય લોકોની વ્યક્તિગત ઓળખ છતી કરે તેવી માહિતી જાહેર કરશો નહીં, જેમ કે, સરનામું, ફોન નંબર, ઈ-મેઇલ એડ્રેસ, ID નંબર અને ક્રેડિટ કાર્ડ નંબર.
 • ઇરાદાપૂર્વક અન્ય લોકોની નિંદા, અપમાન, બદનામ અથવા ધમકાવશો નહીં, અથવા અન્ય વપરાશકર્તાઓને આમ કરવા માટે પ્રોત્સાહિત કરશો નહીં.

નામધારણ (બદઇરાદાપૂર્વક કોઇની ઓળખ ધારણ કરવી), સ્પામ અથવા ગેરમાર્ગે દોરતી અન્ય સામગ્રી

અમારો સમુદાય ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી અને જકડી રાખતી સામગ્રીનો આદર કરે છે. સ્પેમી, નકલી અથવા ગેરમાર્ગે દોરતી હોય તેવી સામગ્રી અથવા વર્તન દૂર કરવામાં આવશે.

 • નકલી ઓળખાણ બનાવીને કોઈ બીજી વ્યક્તિ અથવા સંસ્થાનો ડોળ કરશો નહીં, અન્ય લોકોને તેવું માનવા માટે ભ્રમિત કરશો નહીં કે, તમારો બીજી વ્યક્તિ અથવા સંસ્થા સાથેનો સંબંધ કંઇક એવો છે અથવા પૈસા બનાવવા માટે ગેરમાર્ગે દોરતી સામગ્રી પોસ્ટ કરશો નહીં.
 • કોઇપણ માધ્યમ દ્વારા કૃત્રિમ ટ્રાફિક બનાવશો નહીં, જેમ કે ટ્રેડિંગ કૉમેન્ટ્સ, કૉમેન્ટ્સ લખવા માટે અન્ય લોકોને કામે રાખવા અથવા  તો આ પ્રકારનું કામ સ્વીકારવું, પુનરાવર્તિત સામગ્રી શૅર કરવી, ચેઇન લેટર્સ મોકલવા અને વ્યૂઝ, લાઇક અથવા કૉમેન્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે ભ્રામક માહિતીનો ઉપયોગ કરશો નહીં.

બૌદ્ધિક સંપદા અને કાર્યસ્થળ સંબંધિત સામગ્રી

TikTok એ અજોડ અને મૌલિક સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ માટેનું એક સ્થાન છે.

 • તેવી કોઇપણ સામગ્રી પોસ્ટ, શૅર કરશો કે મોકલશો નહીં જે અન્ય કોઈ વ્યક્તિના કૉપિરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ અથવા અન્ય બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
 • તમારા નિયોક્તાની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન કરી શકે તેવી કોઈ સામગ્રી કે માહિતી પોસ્ટ કરશો નહીં.

અન્ય દ્વેષપૂર્ણ પ્રવૃત્તિ

ઉપર રેખાંકિત કરેલી સામગ્રી અને વર્તન ઉપરાંત, અમારી નીતિઓ એવી પ્રવૃત્તિઓને નિષિદ્ધ કરે છે, જે TikTok સેવાને નબળી બનાવે છે.

 • TikTokની દૈનિક કાર્યવાહીમાં દખલ કરશો નહીં, તેની વેબસાઇટ અથવા સંકળાયેલ નેટવર્ક્સને હૅક કરશો નહીં અથવા વપરાશકર્તાઓની ઍક્સેસને પ્રતિબંધિત કરવા માટેનાં તેનાં માપદંડોને બાયપાસ કરશો નહીં.
 • વાઇરસ, ટ્રોઝન, વર્મ, લૉજિક બોમ્બ ધરાવનારી ફાઇલો અથવા અન્ય સામગ્રી કે જે દ્વેષપૂર્ણ અથવા ટેકનોલોજીની રીતે નુકસાનદાયક હોય, તેને વિતરીત કરશો નહીં.
 • કોઇપણ ફાઇલો, કોષ્ટકો અથવા દસ્તાવેજો સહિત TikTok પર આધારિત કોઇપણ વ્યુત્પન્ન ઉત્પાદનોમાં સુધારાવધારા કરશો નહીં, તેને અપનાવશો નહીં, તેનો અનુવાદ કરશો નહીં, રિવર્સ એન્જિનિયર, ડિસેમ્બલ, ડિકમ્પાઇલ અથવા ક્રીયેટ કરશો નહીં, અથવા TikTokમાં સમાવિષ્ટ કોઇપણ સ્રોત કૉડ, એલ્ગોરિધમ્સ, પદ્ધતિઓ અથવા ટેકનિકોને ફરીથી જનરેટ કરવાનો પ્રયાસ કરશો નહીં.
 • TikTokમાંથી માહિતી એકત્રિત કરવા માટે સ્વચાલિત સ્ક્રિપ્ટનો ઉપયોગ કરશો નહીં.

સમુદાયનાં અદભૂત સભ્યો બનવા તથા તમામ વપરાશકર્તાઓ માટે એક સુરક્ષિત અને આનંદદાયક સ્થાન જાળવવામાં પોતાની ભૂમિકા ભજવવા માટે આપનો માટે આભાર. જો તમે કોઈ એવી સામગ્રી જુઓ કે, જે તમને લાગે કે તે કોઇપણ સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને તેની જાણ કરો, જેથી કરીને અમે તેની સમીક્ષા કરી શકીએ અને યોગ્ય પગલું લઈ શકીએ. જો તમારી પાસે આગળ કોઈ ચિંતાજનક બાબત હોય, તો કૃપા કરીને privacy@tiktok.comનો સંપર્ક કરો.

Updated on April 16, 2019

Was this article helpful?